‘રાઈઝ એન્ડ ફોલ’માં હોસ્ટ તરીકે જોવા મળશે વીરેન્દ્ર સહેવાગ

20 વર્ષની ક્રિકેટ કારકિર્દીનો અનુભવ શોમાં આવશે કામ, કન્ટેસ્ટન્ટ્સની વિચારસરણી સમજશે

ક્રિકેટના મેદાન પર આક્રમક બેટિંગ અને બેબાક અંદાજ માટે જાણીતા વીરેન્દ્ર સહેવાગ હવે મનોરંજનની દુનિયામાં નવી ભૂમિકામાં જોવા મળશે. સહેવાગ રિયાલિટી શો ‘રાઈઝ એન્ડ ફોલ’ હોસ્ટ કરશે.

શોમાં ક્રિકેટની જેમ બેટ-બોલની રમત નહીં, પરંતુ અલગ-અલગ સ્વભાવ અને વિચારસરણી ધરાવતા કન્ટેસ્ટન્ટ્સ વચ્ચે વ્યૂહરચના, સંબંધો અને મનોવિજ્ઞાનની કસોટી જોવા મળશે. સહેવાગના જણાવ્યા મુજબ, 20 વર્ષની ક્રિકેટ કારકિર્દી દરમિયાન વિવિધ પ્રકારના ખેલાડીઓ સાથે કામ કરવાનો અનુભવ તેમને શોના હોસ્ટિંગમાં મદદ કરશે.

અલગ સ્વભાવના લોકોને સમજવાનો અનુભવ

સહેવાગે કહ્યું કે ક્રિકેટમાં દરેક પરિસ્થિતિમાં એક જ રીતે રમવું શક્ય નથી. ટેસ્ટમાં ક્યારેક ટીમને બચાવવા ડિફેન્સ કરવું પડે છે, જ્યારે વનડેમાં પણ પરિસ્થિતિ પ્રમાણે રમતની ગતિ બદલવી પડે છે. તેમનું માનવું છે કે લોકો સાથેના વ્યવહારમાં પણ આવી જ સમજદારી જરૂરી છે.

‘રાઈઝ એન્ડ ફોલ’માં તેઓ કન્ટેસ્ટન્ટ્સના વર્તન અને સ્વભાવને સમજવાનો પ્રયાસ કરશે અને તે મુજબ તેમની સાથે વાતચીત કરશે. તેમના મતે શો એક રીતે મનોવિજ્ઞાનની રમત છે.

‘અમીર-ગરીબ’નો કન્સેપ્ટ પસંદ આવ્યો

સહેવાગે શોમાં રહેલા ‘અમીર અને ગરીબ’ના કન્સેપ્ટને રસપ્રદ ગણાવ્યો છે. જોકે રમતગમત અને મનોરંજન બંને અલગ ક્ષેત્રો છે, પરંતુ લોકોને સમજવાનો અનુભવ બંને જગ્યાએ ઉપયોગી થઈ શકે છે. સહેવાગે સંકેત આપ્યો છે કે તેઓ શોને પોતાના આગવા અંદાજમાં હોસ્ટ કરશે.

Leave a Comment