10 વર્ષ બાદ ચીનના રાષ્ટ્રપતિ અમેરિકામાં

શી જિનપિંગનું ભવ્ય સ્વાગત, 1962 બાદ પ્રથમ વખત અમેરિકી પ્રમુખ વિદેશી મહેમાનને લેવા એરપોર્ટ પહોંચ્યા

વોશિંગ્ટનઃ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ત્રણ દિવસની અમેરિકા મુલાકાતે પહોંચ્યા છે. મેરીલેન્ડના જોઈન્ટ બેઝ એન્ડ્રુઝ ખાતે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. 100 ફૂટ લાંબી રેડ કાર્પેટ, ગાર્ડ ઓફ ઓનર અને બંને દેશોના રાષ્ટ્રધ્વજ સાથે ચીની રાષ્ટ્રપતિનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ મુલાકાત લગભગ 10 વર્ષ બાદ જિનપિંગની પ્રથમ અમેરિકા મુલાકાત છે. અહેવાલ મુજબ, 1962 બાદ પ્રથમ વખત અમેરિકી પ્રમુખ કોઈ વિદેશી મહાનુભાવના સ્વાગત માટે એરપોર્ટ પહોંચ્યા છે.

ટ્રમ્પ અને જિનપિંગ વચ્ચેની આગામી શિખર બેઠક પર સમગ્ર વિશ્વની નજર છે. ટેરિફ, વેપાર, AI અને ટેક્નોલોજી સ્પર્ધા, તાઈવાન તેમજ રશિયા-યુક્રેન અને અમેરિકા-ઈરાન સહિતના વૈશ્વિક મુદ્દાઓ પર બંને નેતાઓ વચ્ચે ચર્ચા થવાની શક્યતા છે.

ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન ટ્રમ્પ અને જિનપિંગ વચ્ચે બે વખત બેઠક યોજાવાની છે. ટેરિફ નીતિ અને ટેક્નોલોજી ક્ષેત્રે બંને દેશો વચ્ચે ચાલી રહેલી સ્પર્ધા વચ્ચે આ મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

Leave a Comment