દેશમાં રદ થતી દર બેમાંથી એક ઘરેલુ ફ્લાઇટ પાછળ ટેકનિકલ ખામી

ઓગસ્ટમાં 50.2% ફ્લાઇટ રદ થવાનું કારણ ટેકનિકલ સમસ્યા; વિલંબમાં પણ ટેકનિકલ કારણોનું વર્ચસ્વ

નાગરિક ઉડ્ડયન મંત્રાલયના ઓગસ્ટના આંકડા મુજબ, દેશમાં રદ થયેલી ઘરેલુ ફ્લાઇટમાંથી 50.2% ફ્લાઇટ ટેકનિકલ કારણોસર રદ થઈ હતી. એટલે કે રદ થતી દર બે ઘરેલુ ફ્લાઇટમાંથી લગભગ એક પાછળ ટેકનિકલ ખામી જવાબદાર રહી.

ફ્લાઇટ રદ થવામાં 17.4% અન્ય કારણો, 10.4% ઓપરેશનલ કારણો, 8.5% હવામાન અને 3.5% વ્યાવસાયિક કારણો જવાબદાર રહ્યા. ઓગસ્ટમાં ઘરેલુ ફ્લાઇટ રદ થવાનો કુલ દર 1.04% રહ્યો હતો.

ફ્લાઇટના વિલંબમાં પણ ટેકનિકલ કારણોનો હિસ્સો સૌથી વધુ 65% રહ્યો. ઓપરેશનલ કારણોસર 8%, એર ટ્રાફિક કંટ્રોલને કારણે 6% અને હવામાનને કારણે 5% ફ્લાઇટ સમયસર સંચાલિત થઈ શકી નહોતી.

ગત વર્ષે ડિસેમ્બરમાં ઈન્ડિગોની સેવા પણ મોટા પાયે ખોરવાઈ હતી. 1થી 7 ડિસેમ્બર દરમિયાન 2,000થી વધુ ફ્લાઇટ રદ થતાં હજારો મુસાફરોને મુશ્કેલી પડી હતી. ઉપરાંત, 19 સપ્ટેમ્બરે દિલ્હી એરપોર્ટથી સ્પાઈસ જેટની કેટલીક ફ્લાઇટ્સ ઓપરેશનલ સમસ્યાઓને કારણે મોડી પડી હતી.

Leave a Comment