બસ-ટ્રકના પૈડા થંભશે; દેશભરમાં 500થી વધુ વિરોધ પ્રદર્શન
ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં પેટ્રોલના ભાવ 335 પાકિસ્તાની રૂપિયા પ્રતિ લીટર પહોંચતા સરકાર સામે ભારે વિરોધ શરૂ થયો છે. બે દિવસમાં દેશભરમાં 500થી વધુ રેલીઓ, વિરોધ પ્રદર્શન અને ચક્કાજામ થયા છે.
વધતા ઈંધણના ભાવના વિરોધમાં ટ્રાન્સપોર્ટરોએ હડતાળની જાહેરાત કરી છે. 12 ઓગસ્ટથી ટ્રકો, બસો અને આંતર-પ્રાંતીય પરિવહન સેવાઓ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
ટ્રાન્સપોર્ટરોનો આરોપ છે કે પેટ્રોલ-ડીઝલ પર વધારાના ₹70થી ₹80 પ્રતિ લીટર સુધીના ટેક્સ અને ઊંચા ટોલને કારણે પરિવહન વ્યવસાય મુશ્કેલ બન્યો છે.
દરમિયાન જમાત-એ-ઇસ્લામીએ 16 ઓગસ્ટે ચારેય પ્રાંતીય રાજધાનીઓમાં વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે. વધતા ઈંધણના ભાવને કારણે પાકિસ્તાનમાં મોંઘવારી અને સરકાર સામેનો આક્રોશ વધુ ઉગ્ર બન્યો છે.








