E20 વિવાદ વચ્ચે શુદ્ધ પેટ્રોલ મોંઘું: XP-100નો ભાવ ₹167.35

100 ઓક્ટેનનું ઇથેનોલમુક્ત પેટ્રોલ, રાજકોટમાં ગણતરીના પંપ પર ઉપલબ્ધ

નવી દિલ્હી: E20 પેટ્રોલને લઈને વિવાદ વચ્ચે ઇથેનોલમુક્ત XP-100 પેટ્રોલનો ભાવ ₹167.35 પ્રતિ લીટર જાહેર થયો છે.

સામાન્ય પેટ્રોલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. E20 પેટ્રોલ ₹102.12 અને XP-95 ₹109.24 પ્રતિ લીટરના ભાવે યથાવત છે.

XP-100 100 ઓક્ટેન અને સંપૂર્ણપણે ઇથેનોલમુક્ત પેટ્રોલ છે. તેનો ઉપયોગ મુખ્યત્વે લક્ઝરી કાર, સુપરકાર અને સુપરબાઈકમાં થાય છે. ઊંચા ભાવને કારણે તે દેશના મર્યાદિત પેટ્રોલ પંપ પર જ ઉપલબ્ધ છે.

E20 પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલનું મિશ્રણ હોય છે. જૂના વાહનોમાં માઈલેજ ઘટવાની ફરિયાદો સામે આવી છે, જ્યારે સરકારનું કહેવું છે કે E20 માટે તૈયાર કરાયેલા વાહનોમાં તેનો ઉપયોગ સુરક્ષિત છે.

રાજકોટ આસપાસ XP-100 માત્ર એકાદ-બે પેટ્રોલ પંપ પર ઉપલબ્ધ હોવાનું પેટ્રોલિયમ વિક્રેતાઓએ જણાવ્યું છે.

Leave a Comment