ચૂંટણી પહેલાં અચાનક બેઠક, નવા રાજકીય સમીકરણોની ચર્ચા તેજ
નવી દિલ્હી: ભાજપ સાંસદ રાઘવ ચઢ્ઢાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. બેઠક બાદ ચઢ્ઢાએ સોશિયલ મીડિયા પર તેને “યાદગાર સવાર” ગણાવી અને વડાપ્રધાનના માર્ગદર્શન બદલ આભાર માન્યો હતો.
બંને નેતાઓ વચ્ચે કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ તેની વિગતો જાહેર કરવામાં આવી નથી. જોકે, પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલાં થયેલી આ મુલાકાતને કારણે રાજ્યના રાજકીય વર્તુળોમાં અટકળો તેજ બની છે.
મહત્વનું છે કે ચઢ્ઢાની મુલાકાતના એક દિવસ પહેલાં સુખબીર સિંહ બાદલે પણ PM મોદી સાથે મુલાકાત કરી હતી. બે દિવસમાં પંજાબના બે નેતાઓની વડાપ્રધાન સાથેની બેઠકને કારણે આગામી રાજકીય વ્યૂહરચના અંગે ચર્ચા શરૂ થઈ છે.








