CM ફડણવીસનો મોટો નિર્ણય; છેલ્લા 5 વર્ષના હિસાબોની તપાસ થશે
મુંબઈ: મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરમાં ચડાવાની રકમમાં કથિત ગરબડના આરોપોને લઈને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તપાસના આદેશ આપ્યા છે.
મુખ્યમંત્રીએ મંદિરના છેલ્લા 5 વર્ષના દસ્તાવેજો અને નાણાકીય હિસાબોની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ મામલો રાજ ઠાકરેના આક્ષેપો બાદ ચર્ચામાં આવ્યો હતો.
રાજ ઠાકરેએ મંદિરમાં દર વર્ષે આશરે રૂ.18 કરોડની ગરબડ થતી હોવાનો આરોપ લગાવ્યો હતો. આ મામલે મંદિરના 9 કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી હોવાનું જણાવાયું છે.
મંદિર ટ્રસ્ટના પ્રતિનિધિમંડળે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી વર્ષ 2023થી 2026 સુધીની ચડાવાની રકમની વિગતો રજૂ કરી હતી. ત્યારબાદ મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા.
હવે ચડાવાની રકમ, હિસાબો અને સંબંધિત દસ્તાવેજોની વિગતવાર ચકાસણી કરવામાં આવશે.








