ઝારખંડમાં વિદ્યાર્થી આંદોલન ઉગ્ર: સોમવારે વિધાનસભા કૂચ

પેપર લીક મામલે પરીક્ષા રદ અને CBI તપાસની માંગ યથાવત

રાંચી: ઝારખંડમાં સરકારી ભરતી પરીક્ષામાં પેપર લીક અને ગેરરીતિના આક્ષેપોને લઈને વિદ્યાર્થીઓનું આંદોલન યથાવત છે. સરકાર સાથે બીજા તબક્કાની વાટાઘાટો પણ નિષ્ફળ રહેતાં વિદ્યાર્થી સંગઠને સોમવારે વિધાનસભા કૂચ કરવાની જાહેરાત કરી છે.

વિદ્યાર્થીઓ છેલ્લા 15 દિવસથી આંદોલન કરી રહ્યા છે અને વિવાદિત પરીક્ષા રદ કરવાની સાથે સમગ્ર મામલાની CBI તપાસની માંગ પર અડગ છે.

સરકારે વિદ્યાર્થીઓ પાસેથી સૂચનો અને રજૂઆતો મેળવવા માટે ઈ-મેઈલ આઈડી જાહેર કરી છે. જોકે, સમાધાન ન થતાં આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે.

Leave a Comment

और पढ़ें