હળવદમાં બોગસ ડોક્ટર ઝડપાયો

કડીયાણામાં ડિગ્રી વગર દર્દીઓની સારવાર; રૂ.45,682નો મુદ્દામાલ જપ્ત

હળવદ: મોરબી જિલ્લા SOGએ કડીયાણા ગામમાં ખાનગી દવાખાના પર દરોડો પાડી **ડિગ્રી વગર દર્દીઓની સારવાર કરતા નરેન્દ્રભાઈ જયંતીભાઈ કૈલા (42)**ને ઝડપી લીધો હતો.

પોલીસે દવાખાનામાંથી રૂ.44,532ની દવાઓ અને રૂ.1,150 રોકડા, મળી કુલ રૂ.45,682નો મુદ્દામાલ કબજે કર્યો છે.

આરોપી સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં BNS અને ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Comment

और पढ़ें