બેંગકોક નજીકની હાઈસ્કૂલમાં ધોરણ-8ના વિદ્યાર્થીની કથિત સંડોવણી
બેંગકોક: થાઈલેન્ડના નોન્થાબુરી પ્રાંતની એક હાઈસ્કૂલમાં ગોળીબારની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. ઘટનામાં એક શિક્ષકનું મોત થયું છે, જ્યારે 10થી વધુ વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે.
પ્રાથમિક અહેવાલ મુજબ, ધોરણ-8ના એક વિદ્યાર્થીએ ગોળીબાર કર્યો હતો. ઘટનામાં શિક્ષક અને શૂટર વિદ્યાર્થી બંનેના મોત થયા હોવાનું સ્થાનિક મીડિયા દ્વારા જણાવાયું છે.
ઘાયલ વિદ્યાર્થીઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે શાળા અને આસપાસના વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે.
પોલીસે ઘટનાના કારણો અને સમગ્ર પરિસ્થિતિ અંગે તપાસ શરૂ કરી છે. આ ઘટનાથી થાઈલેન્ડમાં શાળા સુરક્ષા અને હથિયારોની ઉપલબ્ધતા અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે.








