EV બજારમાં ઐતિહાસિક ઉછાળો: એક જ મહિનામાં 2 લાખથી વધુ ઈ-ટૂ-વ્હીલરનું વેચાણ

જુલાઈમાં કુલ 3.3 લાખ EV રજીસ્ટ્રેશન, TVS પ્રથમ સ્થાને; ટાટા મોટર્સ ઈલેક્ટ્રિક કાર સેગમેન્ટમાં ટોચ પર

નવી દિલ્હી: ભારતમાં ઈલેક્ટ્રિક વાહન (EV) બજારે જુલાઈ મહિનામાં નવો રેકોર્ડ નોંધાવ્યો છે. ઇંધણના ઊંચા ભાવ, નવા મોડલ્સની ઉપલબ્ધતા અને વિસ્તરતા ડીલર નેટવર્કના કારણે દેશમાં કુલ 3.3 લાખથી વધુ EV રજીસ્ટ્રેશન થયા, જે ગયા વર્ષની સરખામણીએ 66 ટકા કરતાં વધુ વૃદ્ધિ દર્શાવે છે.

આ વૃદ્ધિમાં સૌથી મોટો ફાળો ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલર સેગમેન્ટનો રહ્યો છે. જુલાઈ દરમિયાન પ્રથમ વખત 2,04,201 ઈ-ટૂ-વ્હીલરનું વેચાણ નોંધાયું, જે અત્યાર સુધીનો સર્વોચ્ચ માસિક આંકડો છે. દેશમાં નોંધાયેલા કુલ ટૂ-વ્હીલર વેચાણમાં ઈલેક્ટ્રિક વાહનોનો હિસ્સો વધીને 11.2 ટકા થયો છે.

ઈ-ટૂ-વ્હીલર બજારમાં TVS મોટર55,465 યુનિટ્સ સાથે પ્રથમ સ્થાન જાળવી રાખ્યું, જ્યારે બજાજ ચેતક 45,562 યુનિટ્સ સાથે બીજા ક્રમે રહ્યું. એથર એનર્જી30,317, હીરો વિડા22,883 યુનિટ્સનું વેચાણ નોંધાવ્યું, જ્યારે ઓલા ઈલેક્ટ્રિકનું વેચાણ ઘટીને 14,102 યુનિટ્સ રહ્યું.

ઈલેક્ટ્રિક કાર અને SUV સેગમેન્ટમાં જૂનના રેકોર્ડ બાદ જુલાઈમાં વેચાણ થોડું ઘટીને 32,660 યુનિટ્સ રહ્યું, છતાં વાર્ષિક ધોરણે વૃદ્ધિ યથાવત રહી. આ સેગમેન્ટમાં ટાટા મોટર્સ13,568 યુનિટ્સના વેચાણ સાથે પોતાનું અગ્રસ્થાન જાળવી રાખ્યું.

Leave a Comment

और पढ़ें