ગાંધીનગર: રાજ્યમાં સતત વરસી રહેલા ભારે વરસાદ અને તેના કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ટેલિફોનિક ચર્ચા કરી હતી.
મુખ્યમંત્રીએ રાજ્યમાં ચાલી રહેલી બચાવ અને રાહત કામગીરી તેમજ વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિ અંગે કેન્દ્રીય ગૃહમંત્રીને માહિતી આપી હતી. બંને નેતાઓ વચ્ચે જરૂરી સંકલન અને આગામી કામગીરી અંગે પણ ચર્ચા થઈ હતી.
અમિત શાહે ગુજરાતમાં ચાલી રહેલી રાહત અને બચાવ કામગીરી માટે કેન્દ્ર સરકાર તરફથી તમામ જરૂરી મદદ અને સહયોગ ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપી હતી.
રાજ્ય સરકાર અસરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે ત્યારે કેન્દ્રના સહયોગથી રાહત કામગીરીને વધુ ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ये भी पढ़ें








