ધોરણ 1થી 12માં AI ફરજિયાત કરનાર પંજાબ દેશનું પ્રથમ રાજ્ય બન્યું

ચંડીગઢ: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ને શાળાના મુખ્ય અભ્યાસક્રમમાં સામેલ કરનાર પંજાબ દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. ‘સરબત.AI’ પહેલ હેઠળ પંજાબ સ્કૂલ એજ્યુકેશન બોર્ડ (PSEB) ધોરણ 1થી 12 સુધી તબક્કાવાર AI શિક્ષણ શરૂ કરશે.

પ્રથમ તબક્કામાં ધોરણ 8થી 12ના વિદ્યાર્થીઓના કમ્પ્યુટર સાયન્સ અભ્યાસક્રમમાં AIનો સમાવેશ કરવામાં આવશે, જ્યારે બીજા તબક્કામાં ધોરણ 1થી 7 સુધી તેનો વિસ્તાર થશે. આ પહેલથી રાજ્યની 25,172 શાળાઓ અને આશરે 31.5 લાખ વિદ્યાર્થીઓને લાભ મળશે.

શિક્ષણ મંત્રી હરજોત સિંહ બૈન્સે જણાવ્યું કે અભ્યાસક્રમ સિંગાપુર, ફિનલેન્ડ, યુએઈ અને અમેરિકાની શિક્ષણ પદ્ધતિઓના અભ્યાસ બાદ તૈયાર કરવામાં આવ્યો છે અને તેને યુનેસ્કોના એથિકલ AI ફ્રેમવર્ક સાથે સુસંગત બનાવાયો છે.

શરૂઆતમાં 12,424 કમ્પ્યુટર શિક્ષકોને તાલીમ આપવામાં આવશે, જ્યારે આગામી તબક્કામાં બે લાખથી વધુ શિક્ષકોને AI આધારિત શિક્ષણ માટે તૈયાર કરાશે. અભ્યાસક્રમમાં લાઇવ અને રેકોર્ડેડ ક્લાસ, પ્રોજેક્ટ આધારિત શિક્ષણ, સતત મૂલ્યાંકન અને લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમનો સમાવેશ કરવામાં આવ્યો છે. AI વિષયના પરિણામો વિદ્યાર્થીઓના બોર્ડ પ્રમાણપત્રમાં પણ દર્શાવવામાં આવશે.

Leave a Comment

और पढ़ें