મોરબીના મત્સ્યૌદ્યોગ અધિક્ષક ખોડાભાઈ રામાણી ACBના ટ્રેપમાં ઝડપાયા

મોરબી: મોરબીના મત્સ્યૌદ્યોગ અધિક્ષક (વર્ગ-2) ખોડાભાઈ રામાણીને ₹50 હજારની લાંચ સ્વીકારતા ભાવનગર ACBની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યા છે.

ફરિયાદી પાસેથી વર્ક ઓર્ડર આપવા અને જૂના ડિમાન્ડ ડ્રાફ્ટ (DD) પરત કરવા બદલ અધિકારીએ ₹1 લાખની લાંચની માંગ કરી હતી. રકઝક બાદ ₹50 હજાર નક્કી થતાં ફરિયાદીએ ACBનો સંપર્ક કર્યો હતો.

ભાવનગર ACBએ હોસ્પિટલ ચોક નજીક ટ્રેપ ગોઠવી અધિકારીને લાંચની રકમ સ્વીકારતા જ ઝડપી પાડ્યા હતા.

પ્રાથમિક માહિતી મુજબ ફરિયાદીના ત્રણ ટેન્ડર મંજૂર થયા હતા, જ્યારે ચાર ટેન્ડર રદ કરાયા હતા. તે સંદર્ભે કામગીરી કરવા બદલ લાંચ માંગવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

આરોપી અધિકારી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી ACB દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Comment

और पढ़ें