સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર હથિયારોના નેટવર્કનો પર્દાફાશ: 12 આરોપી ઝડપાયા, અનેક હથિયારો જપ્ત

સુરેન્દ્રનગર: રાજકોટ રેન્જ આઈજી નિરલિપ્ત રાય અને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર હથિયારો સામે ચલાવવામાં આવેલા વિશેષ ઓપરેશનમાં મોટું નેટવર્ક ઝડપાયું છે. છેલ્લા 24 કલાક દરમિયાન વિવિધ સ્થળોએ દરોડા પાડી 12 આરોપીઓને ઝડપી અનેક ગેરકાયદેસર હથિયારો અને જીવતા કારતૂસ જપ્ત કરવામાં આવ્યા છે.

પોલીસે થાનગઢ, જોરાવરનગર, ચુડા, ધજાળા, આનંદપુર અને ધ્રાંગધ્રા સહિતના વિસ્તારોમાં કાર્યવાહી કરી પિસ્તોલ, દેશી બનાવટના હથિયારો અને અન્ય શસ્ત્રો કબજે કર્યા છે. તમામ આરોપીઓ સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુના નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

પોલીસના જણાવ્યા મુજબ, ચોટીલા-સાળંગપુર રોડ પરથી અગાઉ ઝડપાયેલા એક આરોપી પાસેથી મળેલી માહિતીના આધારે સમગ્ર હથિયાર સપ્લાય નેટવર્કનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. પોલીસે જણાવ્યું કે કોઈ મોટી ગુનાહિત ઘટના બને તે પહેલાં જ આ નેટવર્કનો પર્દાફાશ કરી કાર્યવાહી કરવામાં આવી છે.

Leave a Comment

और पढ़ें