ઉપલેટામાં નશાકારક સિરપનો જથ્થો ઝડપાયો: 2,520 બોટલ સાથે વેપારી ઝડપાયો, ₹5.03 લાખનો મુદ્દામાલ જપ્ત

રાજકોટ: રાજકોટ ગ્રામ્ય એસઓજીએ ઉપલેટામાં દરોડો પાડી આયુર્વેદિક ટોનિકના નામે વેચાણ થતો નશાકારક સિરપનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે વેપારી દિવ્યેશ માલદે કનારાની ધરપકડ કરી તેની પાસેથી 2,520 બોટલ નશાકારક સિરપ અને એક માલવાહક વાહન સહિત કુલ ₹5.03 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ગોડાઉનમાં તપાસ કરતાં કોઈપણ બિલ કે આધાર પુરાવા વગર રાખવામાં આવેલી ‘ગ્રીન એનર્જી અશ્વ – સેફ ઇફેક્ટિવ હર્બલ ટોનિક’ નામની 2,520 બોટલો મળી આવી હતી. તપાસમાં સામે આવ્યું છે કે આ જથ્થો હરિયાણાના બરવાળાથી ઉપલેટા મંગાવવામાં આવ્યો હતો અને અલગ-અલગ દુકાનો મારફતે વેચાણ થતો હતો.

રાજકોટ ગ્રામ્ય એસઓજીએ આરોપી સામે ગુનો નોંધી નશાકારક સિરપના સપ્લાય નેટવર્ક અને અન્ય સંડોવાયેલા લોકો અંગે વધુ તપાસ શરૂ કરી છે.

Leave a Comment

और पढ़ें