વડોદરા: ગુજરાત ATSની તપાસમાં ખુલાસો થયો છે કે ઝડપી પાડાયેલા બે શંકાસ્પદ આતંકીઓ વડોદરાના સયાજીગંજ સ્થિત એમ્બેસેડર હોટેલમાં રોકાયા હતા. સમગ્ર મામલે હોટેલ સંચાલકની ભૂમિકા પણ તપાસના દાયરામાં આવી છે.
ATSને શંકા છે કે રથયાત્રા પૂર્વે વડોદરામાં ગુપ્ત બેઠક યોજાઈ હતી. તપાસમાં 18 વર્ષીય બિલાલ ઘાંચીની કડી પાલનપુરના ભાગળ ગામ સાથે જોડાયેલી હોવાનું સામે આવ્યું છે.
ये भी पढ़ें
પ્રાથમિક તપાસ મુજબ તમામ શંકાસ્પદો સોશિયલ મીડિયા મારફતે સતત સંપર્કમાં રહેતા હતા. કાશ્મીરથી વધુ એક શંકાસ્પદને વડોદરા બોલાવ્યાની માહિતી મળ્યા બાદ ATSએ સમગ્ર નેટવર્કની તપાસ વધુ તેજ કરી છે.








