સુરતમાં ભારે વરસાદ વચ્ચે NDRF સ્ટેન્ડબાય: સંવેદનશીલ વિસ્તારોમાં ટીમો તૈનાત

સુરત: શહેરમાં સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે NDRFની ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. ખાડીના પાણી ભરાવાની સંભાવના ધરાવતા વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ અને પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

પર્વત પાટિયા, ગોડાદરા સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં NDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે. કોઈપણ આપત્તિજનક સ્થિતિ સર્જાય તો તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી હાથ ધરવા ટીમોને એલર્ટ પર રાખવામાં આવી છે.

હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરતાં તંત્રે લોકોને સાવચેત રહેવા અને જરૂરી હોય ત્યારે જ બહાર નીકળવાની અપીલ કરી છે.

Leave a Comment

और पढ़ें