કચ્છના દરિયાકાંઠે મરીન કમાન્ડોનું સઘન પેટ્રોલિંગ: સરહદી સુરક્ષા વધુ મજબૂત

લક્કીનાળાથી રામેન્દ્રા સુધી ફૂટ પેટ્રોલિંગ; શંકાસ્પદ હિલચાલ પર સુરક્ષા એજન્સીઓની તીક્ષ્ણ નજર

કચ્છ: દેશની દરિયાઈ સરહદોની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા કચ્છના સંવેદનશીલ દરિયાકાંઠા વિસ્તારમાં મરીન કમાન્ડો દ્વારા વિશેષ સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. લક્કીનાળાથી રામેન્દ્રા સુધીના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરીને સુરક્ષા વ્યવસ્થાની ચુસ્ત સમીક્ષા કરવામાં આવી હતી.

આ અભિયાન દરમિયાન મરીન કમાન્ડોની ટીમોએ શંકાસ્પદ ઈસમો, વાહનો અને માછીમારી બોટોની સઘન તપાસ હાથ ધરી હતી. સાથે જ દરિયાકાંઠાના અવાવરૂ અને સંવેદનશીલ વિસ્તારોમાં પણ ચેકિંગ કરીને કોઈપણ પ્રકારની શંકાસ્પદ હિલચાલ પર સતત નજર રાખવામાં આવી હતી.

સુરક્ષા એજન્સીઓએ ખાસ કરીને ડ્રગ્સની હેરાફેરી, દાણચોરી, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને આતંકવાદી ઘુસણખોરીને રોકવા માટે દરિયાઈ સુરક્ષા વધુ કડક બનાવી છે. સમગ્ર વિસ્તારમાં મરીન કમાન્ડો દ્વારા સતત પેટ્રોલિંગ અને ઇન્ટેલિજન્સ આધારીત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

અધિકારીઓના જણાવ્યા મુજબ, કચ્છનો દરિયાકાંઠો દેશની સુરક્ષાની દૃષ્ટિએ અત્યંત સંવેદનશીલ હોવાથી સમયાંતરે આવા વિશેષ ઓપરેશન હાથ ધરવામાં આવે છે. મરીન કમાન્ડો, કોસ્ટ ગાર્ડ અને અન્ય સુરક્ષા એજન્સીઓ વચ્ચે સંકલન વધારી દરિયાઈ માર્ગોને સંપૂર્ણ સુરક્ષિત રાખવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

સુરક્ષા એજન્સીઓએ દરિયાકાંઠાના રહેવાસીઓ અને માછીમારોને પણ સતર્ક રહેવા તેમજ કોઈ શંકાસ્પદ વ્યક્તિ, બોટ અથવા પ્રવૃત્તિ અંગે તાત્કાલિક જાણ કરવા અપીલ કરી છે.

Leave a Comment

और पढ़ें