મોરબી: મોરબી જિલ્લામાં આજે સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડતાં લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.
મોરબી શહેર ઉપરાંત ટંકારા પંથકમાં પણ મેઘરાજાએ મહેર વરસાવી હતી. મહેન્દ્રનગર, વાવડી, રવાપર, લીલાપર, રાજપર સહિતના અનેક ગામોમાં વરસાદ નોંધાતા સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
વરસાદને કારણે લાંબા સમયથી અનુભવાતી ઉકળાટ અને ગરમીમાંથી લોકોને રાહત મળી છે. બીજી તરફ વરસાદ પડતાં ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. વરસાદ ખેતી માટે લાભદાયી બનશે તેવી આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.
હવામાનમાં આવેલા આ બદલાવને કારણે જિલ્લામાં ચોમાસાનું વાતાવરણ ફરી સક્રિય બન્યું છે. આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ યથાવત રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ये भी पढ़ें









