જતા જતા વરસાદનો કહેર: યુપી, ઉત્તરાખંડ અને હિમાચલમાં તબાહી, 136 પર્વતારોહી ફસાયા

ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ, બરફવર્ષા અને ભૂસ્ખલનથી જનજીવન પ્રભાવિત થયું છે. ઉત્તરાખંડમાં આદિ કૈલાસ માર્ગ સહિત 86 રસ્તા બંધ છે, જ્યારે ઉત્તરકાશીના ઊંચાઈવાળા વિસ્તારોમાં 136 પર્વતારોહી, ટ્રેકર અને સપોર્ટ સ્ટાફ ફસાયા છે, જેમને રેસ્ક્યૂ કરવાની કામગીરી ચાલી રહી છે.

હિમાચલના કિન્નોરમાં ભારે વરસાદ સાથે બરફવર્ષા થતાં પૂહમાં નેશનલ હાઈવે બંધ થયો છે, જ્યારે શિમલાના રોહડુમાં ભૂસ્ખલનની ઘટના સામે આવી છે. બીજી તરફ ઉત્તર પ્રદેશમાં સતત વરસાદથી નદીઓ બે કાંઠે વહી રહી છે અને અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા બે દિવસમાં વરસાદ અને વાવાઝોડાને કારણે 66 લોકોનાં મોત થયા હોવાનું જણાવાયું છે.

નેપાળમાંથી ગંડક નદીમાં પાણી છોડાતા બિહારના પશ્ચિમ ચંપારણ અને સુપૌલના 23 ગામોમાં પૂરથી 82 હજાર લોકો અસરગ્રસ્ત થયા છે. કુશીનગરમાં પણ બે ગામોના આશરે 1400 પરિવારો અસરગ્રસ્ત થયા છે, જ્યારે છત્તીસગઢના ભારે વરસાદની અસરથી મહારાષ્ટ્રના ગઢચિરોલીના અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.

Leave a Comment

और पढ़ें