ભાવનગરમાં હનીટ્રેપ ગેંગનો પર્દાફાશ: આધેડને ફસાવી રૂ.3.05 લાખ પડાવ્યા, 2 ઝડપાયા

ભાવનગરમાં ફેસબુક મારફતે આધેડ સાથે મિત્રતા કેળવી પ્રેમજાળમાં ફસાવી બાદમાં ખોટી ઓળખ આપી ધમકીના નામે રૂ.3.05 લાખ પડાવનાર ગેંગનો LCBએ પર્દાફાશ કર્યો છે. પોલીસે ફુલસર વિસ્તારમાંથી બે આરોપીઓને વેરના કાર સાથે ઝડપી પાડ્યા છે.

ગેંગની મહિલા સભ્યએ આધેડને સાળંગપુર દર્શનના બહાને લઈ ગયા બાદ પરત ફરતી વખતે અન્ય સાગરીતોએ તેમની કાર રોકી હતી. પોતે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી હોવાની ખોટી ઓળખ આપી ડ્રગ્સ અને યુવતીને ભગાડી જવાના આરોપમાં ફસાવવાની ધમકી આપી હતી. આરોપીઓએ રૂ.7થી 8 લાખની માંગણી કરતાં આધેડે રૂ.3.05 લાખ આપ્યા હતા.

બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ બાદ LCBએ તપાસ શરૂ કરી હતી. બાતમીના આધારે ફુલસર સ્વામિનારાયણ મંદિર પાછળથી ઘનશ્યામ ઉર્ફે શ્યામ લાઠીયા અને રાજેશ કાથરોટીયાની ધરપકડ કરાઈ હતી.

પોલીસના જણાવ્યા મુજબ બંને આરોપીઓ સામે અગાઉ પણ લૂંટ, તોડબાજી, ધમકી અને વસૂલી સહિતના ગુના નોંધાયેલા છે. જ્યારે મહિલા સહિત અન્ય ત્રણ આરોપીઓ ફરાર હોવાથી પોલીસે તેમની શોધખોળ હાથ ધરી છે.

Leave a Comment

और पढ़ें