દુબઈથી તેલઅવીવ જઈ રહેલા વિમાનમાં હાઈજેકનો એલર્ટ: 180 મુસાફરો સાથેનું વિમાન સાઉદી અરેબિયામાં લેન્ડ

દુબઈથી તેલઅવીવ જઈ રહેલા 180 મુસાફરોવાળા પેસેન્જર વિમાનમાં હાઈજેકની આશંકા સર્જાતા ઈઝરાયેલ સહિત અનેક દેશોની સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ હતી. સાઉદી અરેબિયાના એરસ્પેસમાં ઉડાન દરમિયાન વિમાને કટોકટીનો સંદેશ મોકલ્યો અને નિર્ધારિત રૂટથી અલગ દિશામાં ઉડાન ભરતાં ચિંતા વધી હતી.

વિમાનના પાઈલોટે પહેલા 7700 સ્ક્વોક કોડ મોકલ્યો હતો, જે સામાન્ય રીતે ગંભીર કટોકટીની સ્થિતિ દર્શાવે છે. ત્યારબાદ 7500 કોડ મોકલાતા હાઈજેકની આશંકા વધુ ઘેરી બની હતી. ઘટનાની જાણ થતાં ઈઝરાયેલી ફાઈટર જેટ્સને પણ એલર્ટ કરવામાં આવ્યા હતા.

પ્રાથમિક અહેવાલોમાં વિમાનના બંને પાઈલોટ વચ્ચે કોઈ મુદ્દે વિવાદ થયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી, જોકે હાઈજેક પાછળનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી.

દરમિયાન, તાજા અહેવાલ મુજબ વિમાન સાઉદી અરેબિયાના એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ થઈ ગયું છે. ઘટનાને પગલે ઈઝરાયેલના વડાપ્રધાન દ્વારા પણ સાઉદી અરેબિયાના અધિકારીઓ સાથે સંપર્ક કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. ઘટના અંગે વધુ તપાસ ચાલી રહી છે.

Leave a Comment

और पढ़ें