1 ઓક્ટોબરથી FDના નિયમોમાં મોટો ફેરફાર: બેંકોએ સવારે 10 વાગ્યા સુધી બલ્ક FDના વ્યાજદર જાહેર કરવા પડશે

1 ઓક્ટોબર 2026થી બલ્ક ફિક્સ્ડ ડિપોઝિટ (FD)ના વ્યાજદરમાં વધુ પારદર્શિતા લાવવા નવા નિયમો લાગુ થશે. નવા નિયમ મુજબ બેંકોએ દરેક કામકાજના દિવસે બલ્ક FDના નવા વ્યાજદર પોતાની સત્તાવાર વેબસાઇટ પર સવારે 10 વાગ્યા સુધી જાહેર કરવાના રહેશે. ખાસ સંજોગોમાં સવારે 10:10 વાગ્યા સુધીનો વધારાનો સમય આપવામાં આવશે.

વેબસાઇટ પર જાહેર કરાયેલા દર મુજબ જ તે દિવસે કરવામાં આવેલી બલ્ક FD પર વ્યાજ આપવાનું રહેશે. સામાન્ય રીતે રૂ.3 કરોડ કે તેથી વધુની FDને બલ્ક ડિપોઝિટ તરીકે ગણવામાં આવે છે, તેથી સામાન્ય રકમની FD કરાવતા નાના રોકાણકારો પર આ નિયમની સીધી અસર નહીં પડે.

નવા નિયમ બાદ એક જ બેંકની અલગ-અલગ શાખાઓ સમાન રકમ અને સમાન સમયગાળાની બલ્ક FD માટે અલગ-અલગ વ્યાજદર ઓફર કરી શકશે નહીં. જોકે, Liquidity Coverage Ratio (LCR) સંબંધિત ચોક્કસ પરિસ્થિતિઓમાં અલગ દરની જોગવાઈ રહેશે.

આ ફેરફારથી મોટી રકમનું રોકાણ કરતા ગ્રાહકો, કંપનીઓ અને સંસ્થાઓને દરરોજ વ્યાજદરની માહિતી ઓનલાઈન સરળતાથી મળી રહેશે. તેમને અલગ-અલગ શાખાઓમાં જઈને દર જાણવા અથવા વાટાઘાટ કરવાની જરૂરિયાત ઘટશે અને બલ્ક FDના વ્યાજદરમાં પારદર્શિતા વધશે.

Leave a Comment

और पढ़ें