બ્રેન્ટ ક્રૂડ 106 ડોલરને પાર, સોના-ચાંદીમાં કડાકો; રૂપિયો પણ ગગડ્યો

મધ્યપૂર્વમાં વધતા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટ બંધ રહેવાના સંકેતો વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવમાં ફરી ઉછાળો નોંધાયો છે. બ્રેન્ટ ક્રૂડ 106.94 ડોલર જ્યારે WTI ક્રૂડ 94.08 ડોલર પ્રતિ બેરલ પર પહોંચ્યું હતું.

બીજી તરફ સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. વૈશ્વિક સોનું 88 ડોલર તૂટીને 4,196 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. કોમોડિટી વાયદામાં સોનું 2,695 રૂપિયા ઘટીને 1,48,185 રૂપિયા જ્યારે ચાંદીમાં પણ 5,555 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો.

કરન્સી માર્કેટમાં પણ રૂપિયો દબાણ હેઠળ રહ્યો હતો. ડોલર સામે રૂપિયો ઘટીને 95.95ના સ્તરે પહોંચ્યો હતો.

Leave a Comment

और पढ़ें