ગાંધીધામના NDPS કેસમાં 6 મહિનાથી ફરાર આરોપી મોરબીમાંથી ઝડપાયો

વાવડી રોડની કે.જી.એન. સોસાયટી પાછળ ઝૂંપડામાં છુપાયો હતો, SOGએ ઝડપી પાડ્યો

મોરબી જિલ્લા SOGની ટીમે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા NDPS કેસમાં છેલ્લા છ મહિનાથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી મોરબીના વાવડી રોડ વિસ્તારમાં છુપાયો હોવાની ચોક્કસ બાતમી મળતા SOGએ કાર્યવાહી હાથ ધરી હતી.

PI આર.સી. ગોહિલના માર્ગદર્શન હેઠળ SOGની ટીમ વાવડી રોડ ખાતે પહોંચી હતી. તપાસ દરમિયાન કે.જી.એન. સોસાયટી પાછળના ઝૂંપડામાંથી રતન મૂળજીભાઈ ચુણા (59), મૂળ ગાંધીધામ, હાલ વાંકાનેરની ભાટિયા સોસાયટીને ઝડપી લેવાયો હતો.

આરોપીને વધુ કાયદેસરની કાર્યવાહી માટે મોરબી એ ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો છે. સમગ્ર કાર્યવાહી અંગે ગાંધીધામ પોલીસને પણ જાણ કરવામાં આવી છે.

Leave a Comment

और पढ़ें