અફઘાનિસ્તાન વર્લ્ડ કપ 2027 માટે ડાયરેક્ટ ક્વોલિફાય

આયર્લેન્ડ સામે જીત સાથે 10 ટીમોનું સ્થાન નિશ્ચિત, અફઘાનિસ્તાન સતત ચોથી વખત વર્લ્ડ કપ રમશે

કાબુલ: અફઘાનિસ્તાને આયર્લેન્ડ સામેની ત્રીજી વનડેમાં જીત મેળવી ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2027 માટે સીધી ક્વોલિફિકેશન મેળવી લીધી છે.

આ સાથે અફઘાનિસ્તાન સતત ચોથી વખત વર્લ્ડ કપમાં રમશે. ટીમ 2015, 2019 અને 2023ની ટૂર્નામેન્ટમાં પણ ભાગ લઈ ચૂકી છે.

10 ટીમો ક્વોલિફાય

વર્લ્ડ કપ 2027 માટે અત્યાર સુધી 10 ટીમોનું સ્થાન નિશ્ચિત થયું છે. યજમાન દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વે ઉપરાંત ઓસ્ટ્રેલિયા, ભારત, પાકિસ્તાન, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, બાંગ્લાદેશ, શ્રીલંકા અને હવે અફઘાનિસ્તાન ડાયરેક્ટ ક્વોલિફાય થયા છે.

વેસ્ટ ઇન્ડિઝ સહિતની ટીમો ક્વોલિફાયર રમશે

ડાયરેક્ટ એન્ટ્રી ચૂકી ગયેલી વેસ્ટ ઇન્ડિઝ, સ્કોટલેન્ડ અને નેધરલેન્ડ્સ સહિતની ટીમો હવે ક્વોલિફાયર દ્વારા વર્લ્ડ કપમાં સ્થાન મેળવવાનો પ્રયાસ કરશે.

14 ટીમો વચ્ચે રમાશે વર્લ્ડ કપ

ICC મેન્સ વર્લ્ડ કપ 2027માં કુલ 14 ટીમો ભાગ લેશે. બાકીની ટીમો ક્વોલિફાઇંગ ટૂર્નામેન્ટ મારફતે મુખ્ય ટૂર્નામેન્ટમાં પ્રવેશ મેળવશે.

Leave a Comment