ગુજરાતના ટોચના નેતૃત્વની અચાનક દિલ્હી દોડથી રાજકીય ગરમાવો

અમિત શાહની હાજરીમાં ગુજરાતના સાંસદો સાથે CM-ડાયCM-પ્રદેશ પ્રમુખની મેરેથોન બેઠક

નવી દિલ્હી: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની અચાનક દિલ્હી મુલાકાતથી ગુજરાતના રાજકારણમાં ચર્ચા તેજ બની છે.

તિરંગા યાત્રા પૂર્ણ કર્યા બાદ ત્રણેય નેતાઓ દિલ્હી પહોંચ્યા અને ગરવી ગુજરાત ખાતે ગુજરાત ભાજપના સાંસદો સાથે બેઠક યોજી. બેઠકમાં કેન્દ્રીય આરોગ્યમંત્રી જે.પી. નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહ પણ જોડાયા હતા.

મળતી માહિતી મુજબ બેઠક મોડી રાત સુધી ચાલી હતી. તેમાં ગુજરાત તથા રાષ્ટ્રીય રાજકારણના વિવિધ મુદ્દાઓ, સંસદમાં સરકારના મહત્વના એજન્ડા અને સંગઠન સંબંધિત બાબતો પર ચર્ચા થઈ હોવાનું જાણવા મળ્યું છે.

ગુજરાતમાં હાલ કોઈ મોટો રાજકીય પડકાર ન હોવા છતાં ટોચના નેતૃત્વની અચાનક દિલ્હી મુલાકાતે અનેક અટકળોને જન્મ આપ્યો છે. હવે બેઠક બાદ ગુજરાતમાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણય કે રાજકીય એક્શન થાય છે કે નહીં તેના પર સૌની નજર છે.

Leave a Comment