મોરબીમાં જુગારધામો પર પોલીસનો સપાટો: અનેક સ્થળેથી શખ્સો ઝડપાયા

પાનેલીમાં LCBની રેડમાં ₹4.70 લાખનો મુદ્દામાલ જપ્ત

મોરબી: જિલ્લા LCBએ પાનેલી ગામની સીમમાં આવેલી વાડીની ઓરડીમાં દરોડો પાડી જુગાર રમતા 10 શખ્સોને ઝડપી લીધા હતા.

રેડ દરમિયાન પોલીસને ₹2,40,600 રોકડા અને 17 મોબાઈલ ફોન મળી કુલ ₹4,70,600નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ ઉપરાંત વીસીપરા અને ટંકારા વિસ્તારમાં પણ જુગારની અલગ-અલગ રેડ કરવામાં આવી હતી. અનેક શખ્સો પાસેથી રોકડ રકમ મળી આવતા તેમની સામે જુગારધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

પોલીસે સમગ્ર મામલે ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Comment

और पढ़ें