એલ્યુમિનિયમ પ્લેટ ચોરી કેસમાં વધુ એક આરોપી પાસા હેઠળ જેલભેગો

ચોરીનો માલ છુપાવવાના કાવતરામાં સંડોવાયેલા ભંગાર વેપારીના સાથીદાર સામે પોલીસની કડક કાર્યવાહી

રાજકોટ: બાંધકામ સાઇટ પરથી એલ્યુમિનિયમ પ્લેટની ચોરીના ગુનામાં વધુ એક આરોપી સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. ચોરીનો માલ રાખનાર ભંગાર વેપારીના સાથીદાર રાજેશ ઉર્ફે રાજુ દેવશી કુકડીયાને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લઈને ભાવનગર જેલમાં મોકલી આપ્યો છે.

આ જ કેસમાં અગાઉ ચોરી કરનાર બે આરોપીઓ તેમજ ચોરીનો માલ ખરીદનાર ભંગાર વેપારી સહિત કુલ ત્રણ શખ્સોને પણ પાસા હેઠળ જેલહવાલે કરવામાં આવ્યા હતા.

મિલકત સંબંધિત ગુનાઓ અને ચોરીના માલની હેરફેરમાં સંડોવાયેલા તત્વો સામે કડક કાર્યવાહી કરવા પોલીસ કમિશનરના નિર્દેશ હેઠળ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

Leave a Comment