મેડ્રિડ: આર્જેન્ટિનાના દિગ્ગજ ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ સ્પેનના મેડ્રિડ નજીક તાજેતરમાં લાગેલી વિનાશક જંગલ આગથી અસરગ્રસ્ત વિસ્તારોના પુનર્નિર્માણ માટે **80 હજાર યુરો (આશરે રૂ. 88 લાખ)**નું દાન આપ્યું છે.
મેડ્રિડના સિએરા ઓએસ્ટે વિસ્તારમાં રાહત અને પુનર્વસન કાર્યને વેગ આપવા માટે આપવામાં આવેલા આ દાનની માહિતી પ્રાદેશિક સરકારના પ્રમુખ ઇસાબેલ ડિયાઝ આયુસોએ સોશિયલ મીડિયા મારફતે જાહેર કરી હતી.
ઇસાબેલ ડિયાઝે મેસ્સીની ઉદારતાની પ્રશંસા કરતાં જણાવ્યું કે તેમના આ યોગદાનથી અસરગ્રસ્ત પરિવારોને મોટી મદદ મળશે. તેમણે મેસ્સીનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે મેડ્રિડના લોકો ટૂંક સમયમાં તેમનું સ્વાગત કરવા આતુર છે અને તેમને યોગ્ય સન્માન આપવામાં આવશે.
મેસ્સીના આ માનવતાવાદી પગલાની વિશ્વભરમાં પ્રશંસા થઈ રહી છે. મેદાન પર પોતાના શાનદાર પ્રદર્શન ઉપરાંત સામાજિક જવાબદારી નિભાવવામાં પણ મેસ્સી સતત આગળ રહેતા હોવાનું ફરી એકવાર સાબિત થયું છે.









