કચ્છના ગાગોદર હાઈવે નજીક SMCનો મેગા દરોડો: ₹48.35 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

ટ્રેલરમાંથી કુલ ₹78.57 લાખનો મુદ્દામાલ જપ્ત; ડ્રાઈવર-ક્લીનરની ધરપકડ, અન્ય આરોપીઓની શોધખોળ તેજ

કચ્છ: કચ્છ જિલ્લાના ગાગોદર હાઈવે નજીક SMCની ટીમે મોટી કાર્યવાહી કરીને દારૂથી ભરેલો ટ્રેલર ઝડપી પાડ્યો છે. દરોડા દરમિયાન ટ્રેલરમાંથી ₹48.35 લાખનો વિદેશી દારૂ સહિત કુલ ₹78.57 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

પોલીસે ટ્રેલરના ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પ્રાથમિક પૂછપરછના આધારે દારૂની સપ્લાય ચેઇન સાથે સંકળાયેલા અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

આ સમગ્ર ઓપરેશન SMC દ્વારા પાર પાડવામાં આવતા સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે. વિસ્તારમાં આટલા મોટા પ્રમાણમાં દારૂની હેરાફેરી થતી હોવા છતાં સ્થાનિક સ્તરે જાણકારી કેમ ન મળી તે મુદ્દે ચર્ચાઓ શરૂ થઈ છે.

પોલીસ હવે દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોને પહોંચાડવાનો હતો અને સમગ્ર નેટવર્કમાં સંકળાયેલા અન્ય શખ્સોને શોધવા માટે વધુ તપાસ ચલાવી રહી છે.

Leave a Comment

और पढ़ें