નવસારીમાં પૂરનો કહેર: 14 હજારથી વધુ લોકોનું રેસ્ક્યૂ, સેના સહિતની ટીમો મેદાને

નવસારી: ભારે વરસાદ અને પૂરથી અસરગ્રસ્ત નવસારી જિલ્લામાં બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. NDRF, SDRF, ભારતીય સેના અને સ્થાનિક તરવૈયાઓના સંયુક્ત ઓપરેશન દ્વારા અત્યાર સુધીમાં 14 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવામાં આવ્યા છે.

જિલ્લા વહીવટીતંત્રે રાતભર સતત રેસ્ક્યૂ અભિયાન ચલાવી અસરગ્રસ્તોને સલામત સ્થળે પહોંચાડ્યા હતા. આશ્રયસ્થાનોમાં સ્થળાંતરિત પરિવારો માટે ભોજન, પીવાનું પાણી, આરોગ્ય સેવા અને અન્ય જરૂરી સુવિધાઓની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

ભારતીય સેના સહિત તમામ બચાવ દળોના સંકલિત પ્રયાસોથી અસરગ્રસ્ત વિસ્તારોમાં ઝડપી કામગીરી હાથ ધરાઈ રહી છે. જિલ્લા વહીવટીતંત્ર સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.

તંત્રએ નાગરિકોને અફવાઓથી દૂર રહેવા, માત્ર સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અને જરૂર પડે ત્યારે સ્થળાંતર માટે વહીવટીતંત્રને સંપૂર્ણ સહયોગ આપવા અપીલ કરી છે.

Leave a Comment

और पढ़ें