સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ યથાવત: અનેક વિસ્તારોમાં દોઢ ઇંચ સુધી વરસાદ, ખેડૂતોમાં ખુશી

રાજકોટ: સૌરાષ્ટ્રમાં ચોમાસું ધીમે-ધીમે જામતું જોવા મળી રહ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજકોટ સહિત અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે. સોરઠમાં મેંદરડામાં સૌથી વધુ દોઢ ઇંચ, જ્યારે વિસાવદરમાં એક ઇંચ વરસાદ વરસ્યો હતો. ભેસાણ, વંથલી, કેશોદ, માણાવદર અને માળિયા હાટીનામાં પણ સારો વરસાદ નોંધાયો છે.

ભાવનગર જિલ્લામાં પણ અડધાથી એક ઇંચ સુધી વરસાદ પડતાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે, જ્યારે જામનગર જિલ્લામાં ઝાપટારૂપે વરસાદ વરસ્યો હતો. સુરેન્દ્રનગર શહેર અને જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પણ એકથી દોઢ ઇંચ સુધી વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

આજે સવારથી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું છે અને કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ ચાલુ રહ્યો છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના છે, જેનાથી ખેતી માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ છે.

Leave a Comment

और पढ़ें