લીંબડીમાં ACBનો ટ્રેપ: સરપંચના પતિ અને ઉપસરપંચ ₹5 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

સુરેન્દ્રનગર: લીંબડી તાલુકાના ઉંટડી ગામમાં રેતીના ટ્રકો ભરવાની મંજૂરીના નામે લાંચ માંગવાના કેસમાં ACBએ મોટી કાર્યવાહી કરી છે. સરપંચના પતિ સંજય કમેજળીયા અને ઉપસરપંચ સુનિલ કટુડીયાને ₹5 લાખની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે.

આરોપીઓએ શરૂઆતમાં ₹6.30 લાખની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી સાથે રકઝક બાદ સોદો ₹5 લાખમાં નક્કી થયો હતો. ફરિયાદના આધારે સુરેન્દ્રનગર ACBએ લીંબડી હાઈવે પર આવેલા પ્રેમવતી ભોજનાલયના કમ્પાઉન્ડમાં ટ્રેપ ગોઠવી બંને આરોપીઓને ઝડપી લીધા હતા.

ACBએ બંને સામે ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ ગુનો નોંધી સમગ્ર પ્રકરણમાં વધુ તપાસ શરૂ કરી છે.

Leave a Comment

और पढ़ें