મિનાબમાં સ્કૂલ પર અમેરિકી હુમલાનો દાવો: 32 બાળકોના એકસાથે અંતિમ સંસ્કાર, વિસ્તારમાં શોક

તેહરાન: ઇરાનના મિનાબ શહેરમાં સ્કૂલ પર થયેલા અમેરિકી હુમલામાં 32 બાળકોના મોત થયા હોવાનો ઇરાનનો દાવો છે. તમામ બાળકોના જનાજા એકસાથે ઉઠતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી અને સામૂહિક દફનવિધિમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

અધિકારીઓના જણાવ્યા મુજબ બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે અને કાટમાળમાંથી મૃતદેહો મળી રહ્યા હોવાથી મૃત્યુઆંક વધવાની શક્યતા છે. અત્યાર સુધીમાં હુમલામાં ઓછામાં ઓછા 170 લોકોના મોત થયાની માહિતી આપવામાં આવી છે.

નોંધનીય છે કે આ આંકડા અને વિગતો ઇરાની અધિકારીઓ દ્વારા જાહેર કરવામાં આવી છે, જ્યારે આ અંગે સ્વતંત્ર પુષ્ટિ ઉપલબ્ધ નથી.

Leave a Comment

और पढ़ें