પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે આધુનિક છાત્રાલયોની ભેટ: રાજ્યમાં રૂ.21 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત બંગાળની ખાડીમાં ફરી લો-પ્રેશર સક્રિય થવાના સંકેત, જુલાઈના અંતમાં ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા અમદાવાદ એરપોર્ટ પર 34.29 લાખના સોના સાથે મહિલા મુસાફર ઝડપાઈ, બુરખામાં છુપાવ્યા હતા 233 ગ્રામ ગોલ્ડ બાર સરદાર સરોવર ડેમ 65.61% ભરાયો, રાજ્યમાં સરેરાશ 25.10% વરસાદ; દક્ષિણ ગુજરાત આગળ, કચ્છ હજુ રાહમાં બંગાળની ખાડીનું લો-પ્રેશર બન્યું વધુ મજબૂત, છતાં સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની શક્યતા ઓછી ન્યુઝીલેન્ડમાં શક્તિશાળી ભૂકંપ: સાઉથ આઇલેન્ડ ધ્રૂજ્યું, સુનામીની ચેતવણી જાહેર

અમદાવાદ એરપોર્ટ પર 34.29 લાખના સોના સાથે મહિલા મુસાફર ઝડપાઈ, બુરખામાં છુપાવ્યા હતા 233 ગ્રામ ગોલ્ડ બાર

અમદાવાદ: અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગની એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU)એ મોટી કાર્યવાહી કરતાં અબુધાબીથી આવેલી એક મહિલા મુસાફર પાસેથી રૂ.34.29 લાખ કિંમતનું 233 ગ્રામ સોનું જપ્ત કર્યું છે. મહિલા સોનાને કસ્ટમ્સ ડ્યૂટીથી બચાવવા માટે બુરખામાં છુપાવીને લાવી રહી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

અધિકારીઓના જણાવ્યા મુજબ મહિલા મુસાફર અબુધાબીથી ફ્લાઇટ 3K111 દ્વારા અમદાવાદ પહોંચી હતી. શંકાસ્પદ હિલચાલને આધારે AIU અધિકારીઓએ તેની તપાસ કરતાં તેના વસ્ત્રોની અંદરથી 24 કેરેટના બે ગોલ્ડ ટીટી બાર મળી આવ્યા હતા.

જપ્ત કરાયેલા સોનાનું કુલ વજન 233 ગ્રામ હોવાનું સામે આવ્યું છે, જેની બજાર કિંમત અંદાજે રૂ.34,29,216 થાય છે. કસ્ટમ્સ વિભાગે સમગ્ર જથ્થો કસ્ટમ્સ એક્ટ, 1962 હેઠળ જપ્ત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તપાસ દરમિયાન હવે એ દિશામાં તપાસ ચાલી રહી છે કે આ સોનું ક્યાંથી લાવવામાં આવ્યું હતું, તેનો મૂળ માલિક કોણ છે અને ભારતમાં કોને પહોંચાડવાનું હતું. સમગ્ર નેટવર્ક અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

કસ્ટમ્સ વિભાગ મુસાફરોની પેસેન્જર પ્રોફાઇલિંગ સિસ્ટમના આધારે સતત નજર રાખે છે. મુસાફરની અગાઉની વિદેશ યાત્રાઓ, વારંવારની અવરજવર અને અન્ય વિગતોના આધારે શંકાસ્પદ મુસાફરોની ઓળખ કરીને તપાસ કરવામાં આવે છે. અધિકારીઓનું માનવું છે કે આવી કાર્યવાહી દ્વારા ગોલ્ડ સ્મગલિંગના નેટવર્ક પર અસરકારક નિયંત્રણ લાવી શકાય છે.

Leave a Comment

और पढ़ें