કડી પોલીસ સ્ટેશનનો અનાર્મ કોન્સ્ટેબલ ₹80 હજારની લાંચ લેતા ACBના છટકામાં ઝડપાયો

Imageમહેસાણા જિલ્લાના કડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલને ગાંધીનગર એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ ₹80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. ઘટનાને લઈને પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે.

મળતી માહિતી મુજબ, અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ અમીન હુસેન શેખે લાંઘણજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એક ફરિયાદનો નિકાલ કરી આપવા માટે ફરિયાદી પાસેથી શરૂઆતમાં ₹2 લાખની લાંચની માંગણી કરી હતી. બાદમાં બંને પક્ષો વચ્ચે ₹80 હજાર આપવાનો સોદો નક્કી થયો હતો.

ફરિયાદીએ સમગ્ર મામલે ગાંધીનગર ACBનો સંપર્ક કરતાં અધિકારીઓએ ઈરાણા ત્રણ રસ્તા પાસે છટકું ગોઠવ્યું હતું. આયોજન મુજબ ફરિયાદી પાસેથી ₹80 હજારની લાંચ સ્વીકારતા જ ACBની ટીમે અમીન હુસેન શેખને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.

ACBએ આરોપી કોન્સ્ટેબલની ધરપકડ કરીને તેની સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. સમગ્ર મામલે અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.

રાજ્યમાં લાંચિયા અધિકારીઓ સામે ACB સતત કડક કાર્યવાહી કરી રહી છે. આ કાર્યવાહીથી સરકારી કર્મચારીઓમાં પણ ચકચાર મચી ગઈ છે.

Leave a Comment

और पढ़ें