બોલિવૂડના સુપરસ્ટાર અક્ષય કુમાર અને દિગ્ગજ ડાયરેક્ટર પ્રિયદર્શનની સુપરહિટ જોડી ફરી એકવાર મોટા પડદે ધમાલ મચાવવા માટે તૈયાર છે. આ લોકપ્રિય જોડીની આગામી ફિલ્મની જાહેરાત થતાં જ ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેમાં અક્ષય કુમાર એક તદ્દન નવા અને મનોરંજક અવતારમાં જોવા મળશે.
બોલિવૂડ એક્ટર અક્ષય કુમારે (Akshay Kumar) ફિલ્મ ‘Welcome To The Jungle’ થી ધમાલ મચાવી દીધી છે. ફિલ્મ ‘Welcome To The Jungle’ને ઘણી પસંદ કરવામાં આવી રહી છે.
ફિલ્મ ‘Welcome To The Jungle’ અત્યાર સુધીમાં 100 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી ચૂકી છે. આ દરમિયાન અક્ષય કુમાર અને પ્રિયદર્શનની (Priyadarshan) ફિલ્મને લઈને નવું અપડેટ સામે આવ્યું છે. વાત એમ છે કે, ફિલ્મના નામ પરથી પડદો હટી ગયો છે.










