TRP ગેમ ઝોન અગ્નિકાંડ કેસમાં રાજ્ય સરકારનો મોટો દાવો, 6 અધિકારી-કર્મચારીઓ સામે કાર્યવાહી

રાજકોટના TRP ગેમ ઝોન અગ્નિકાંડ કેસમાં જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હોવાનું રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટમાં દાવો કર્યો છે. કેસની સુનાવણી દરમિયાન સરકારે સોગંદનામું રજૂ કરીને કાર્યવાહી અંગેની વિગતો કોર્ટ સમક્ષ મૂકી હતી.

સરકારના જણાવ્યા મુજબ, સમગ્ર મામલે જવાબદાર ગણાયેલા કુલ 6 અધિકારી અને કર્મચારીઓ સામે વિભાગીય કાર્યવાહી કરવામાં આવી છે. વિભાગીય તપાસ પૂર્ણ થયા બાદ સિવિલ સર્વિસના નિયમો મુજબ શિસ્તભંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું સરકારે જણાવ્યું છે.

સરકારે કોર્ટને વધુમાં જણાવ્યું કે કેટલાક અધિકારીઓને સરકારી સેવામાંથી બરતરફ કરવામાં આવ્યા છે અને તેમને ભવિષ્યમાં સરકારી નોકરી માટે પણ અયોગ્ય ઠેરવવામાં આવ્યા છે. ઉપરાંત એક અધિકારીને સેવામાંથી દૂર કરવામાં આવ્યો છે, જ્યારે એક વર્ગ-1ના વરિષ્ઠ અધિકારી સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર ગૌતમ જોષી, મુકેશ મકવાણા, જયદીપ ચૌધરી, રાજેશ મકવાણા, રોહિત વિગોરા અને મનસુખ સાગઠિયા સામે કાર્યવાહી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે TRP ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સુરક્ષા વ્યવસ્થામાં બેદરકારી અને વહીવટી જવાબદારીને લઈને અનેક પ્રશ્નો ઉઠ્યા હતા. હાલ સમગ્ર મામલે હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.

Leave a Comment

और पढ़ें