મોરબી-કચ્છ નેશનલ હાઈવે પર માળિયા નજીક વિશાલા હોટલ પાસેથી પોલીસે 71 ઘેટાં ભરેલો આઇસર ટ્રક ઝડપી પાડ્યો છે. પોલીસ ચેકિંગ દરમિયાન ટ્રકમાંથી ઘેટાં ઠાંસોઠાંસ ભરેલા મળી આવ્યા હતા. ઘેટાં માટે ઘાસચારા કે પાણીની પણ કોઈ વ્યવસ્થા ન હોવાનું સામે આવ્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ, ઘેટાંને લઈ જવા માટે જરૂરી આધાર-પુરાવા પણ મળી આવ્યા નહોતા. પોલીસે ₹71 હજારની કિંમતના 71 ઘેટાં અને ₹7 લાખની કિંમતનો ટ્રક મળી કુલ ₹7.71 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ મામલે માળિયા મિયાણા તાલુકા પોલીસે ફિરોજ આદમભાઈ ઓડ (55), આરીફ ફિરોજભાઈ ઓડ (22), મેરાભાઈ હમીરભાઈ ખાંભલા (54) અને યુસુફભાઈ આદમભાઈ ઓડ (37) સામે ગુનો નોંધી ચારેયની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીમાં વરલી જુગાર રમાડતો શખ્સ ઝડપાયો
મોરબીના સોઓરડી વિસ્તારમાં મંદિર પાસે પોલીસે વરલીના આંકડા લેતા **મકસુદ મુસાભાઈ ચૌહાણ (37)**ને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી ₹1,200 રોકડા કબજે કરી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.








