PM મોદી ડિસેમ્બરમાં અમેરિકા જઈ શકે, G20 સમિટમાં લેશે ભાગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડિસેમ્બરમાં અમેરિકાના ફ્લોરિડામાં યોજાનારી G20 લીડર્સ સમિટમાં ભાગ લેવા અમેરિકા જઈ શકે છે. 2026ની G20 સમિટ 14 અને 15 ડિસેમ્બરે ટ્રમ્પ નેશનલ ડોરલ મિયામી ખાતે યોજાવાની છે અને તેની યજમાની અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કરશે.

મોદીની અમેરિકાની સંભવિત મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય બેઠક યોજાય તેવી પણ શક્યતા છે. અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે અગાઉ સંકેત આપ્યો હતો કે G20 દરમિયાન મોદી અને ટ્રમ્પ વચ્ચે મુલાકાત થઈ શકે છે.

G20 સમિટની આસપાસ ક્વાડ નેતાઓની બેઠક યોજવાની પણ શક્યતા અંગે અહેવાલો છે. આ ઉપરાંત મોદી કેનેડા સાથે દ્વિપક્ષીય બેઠક કરી શકે તેવી પણ ચર્ચા છે.

જોકે, ભારતીય વિદેશ મંત્રાલયે હજુ વડાપ્રધાન મોદીની અમેરિકા યાત્રાની સત્તાવાર જાહેરાત કરી નથી. તેથી અંતિમ પ્રવાસ કાર્યક્રમ સત્તાવાર જાહેરાત બાદ જ સ્પષ્ટ થશે.

Leave a Comment

और पढ़ें