જાપાનમાં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં ભારતીય મહિલા હોકી ટીમે થાઈલેન્ડને 20-1થી હરાવી શાનદાર વિજય મેળવ્યો. આ મેચમાં દીપિકાએ એકલા હાથે 9 ગોલ ફટકારી જોરદાર પ્રદર્શન કર્યું અને પોતાનો જ રેકોર્ડ તોડ્યો. હવે ભારતનો આગામી મુકાબલો 25 સપ્ટેમ્બરે જાપાન સામે થશે.
એશિયન ગેમ્સમાં ભારતને સોફ્ટ ટેનિસમાં પણ મેડલ મળ્યો છે. જય મીણાએ કાંસ્યચંદ્રક જીતીને સોફ્ટ ટેનિસમાં ભારતને પ્રથમ વખત મેડલ અપાવ્યો છે. જ્યારે શૂટિંગની સ્કીટ ઈવેન્ટમાં ભારતીય મહિલા અને પુરુષ ટીમે કાંસ્યચંદ્રક જીત્યો છે. આ સાથે એશિયન ગેમ્સમાં ભારતના કુલ મેડલની સંખ્યા 12 પર પહોંચી છે.
બીજી તરફ મહિલા ક્રિકેટ ટીમે ગોલ્ડ મેડલ જીત્યા બાદ ભારતમાં ટીમના ભવ્ય સ્વાગતની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.








