રવિવારે બેંકો ચાલુ રહેશે, સરકારનો મહત્વનો નિર્ણય

ત્રણ દિવસની હડતાળ અને શનિ-રવિની રજાને પગલે સળંગ પાંચ દિવસ બેંકિંગ વ્યવહાર ખોરવાય નહીં તે માટે નિર્ણય

દેશભરમાં બેંક કર્મચારીઓની 28થી 30 સપ્ટેમ્બર સુધીની સૂચિત ત્રણ દિવસની હડતાળને ધ્યાનમાં રાખીને સરકારે 27 સપ્ટેમ્બર, રવિવારે બેંકો ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. સળંગ પાંચ દિવસ બેંકિંગ વ્યવહાર બંધ રહેતા ગ્રાહકોને મુશ્કેલી ન પડે તે માટે આ નિર્ણય લેવાયો છે.

નાણાં મંત્રાલયના જણાવ્યા મુજબ યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ દ્વારા 28થી 30 સપ્ટેમ્બર દરમિયાન રાષ્ટ્રવ્યાપી હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. તે પહેલાં 26 અને 27 સપ્ટેમ્બરે શનિ-રવિની રજા હોવાથી સતત પાંચ દિવસ બેંકિંગ સેવાઓ પ્રભાવિત થવાની સ્થિતિ ઊભી થઈ હતી.

સરકારના નિર્ણય મુજબ 27 સપ્ટેમ્બરે તમામ જાહેર ક્ષેત્રની બેંકો અને પ્રાદેશિક ગ્રામ્ય બેંકોની શાખાઓ ખુલ્લી રાખવામાં આવશે. રિઝર્વ બેંક દ્વારા પણ બેંક શાખાઓ, ઓફિસો, ATM સંલગ્ન શાખાઓ અને કરન્સી ચેસ્ટને કાર્યરત રાખવાની મંજૂરી આપવામાં આવી છે.

દરમિયાન બેંક યુનિયને હડતાળમાં આશરે 90 ટકા સ્ટાફ જોડાવાનો દાવો કર્યો છે. તેમજ ઓક્ટોબરમાં અનિશ્ચિત મુદતની હડતાળ શરૂ કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે. 30 સપ્ટેમ્બરે અર્ધવાર્ષિક ક્લોઝિંગ હોવાથી હિસાબી ચકાસણી અને ટ્રેઝરી સહિતની કામગીરીને ધ્યાનમાં રાખીને બેંકિંગ સેવાઓ જાળવવાનો નિર્ણય મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

Leave a Comment

और पढ़ें