ભાજપના ધારાસભ્યની કંપનીએ મોદીના સહપાઠીના પ્લોટ પરનો દાવો પાછો ખેંચ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 81 વર્ષીય સહપાઠી અસગરઅલી વોરાએ જમીન વિવાદ અંગે 8 સપ્ટેમ્બરે મોદીની મુલાકાત લીધી હતી. વોરાનો દાવો છે કે ભાયંદર ઈસ્ટના નવઘરમાં 2,810 ચોરસ મીટરનો પ્લોટ તેમણે 1989માં ખરીદ્યો હતો.

વોરાના જણાવ્યા મુજબ, 2011માં બે કંપનીઓએ પ્લોટ પર કબજો જમાવ્યો હતો. આ કંપનીઓ મહારાષ્ટ્રના ભાજપના ધારાસભ્ય નરેન્દ્ર મહેતાની હોવાનું તેમણે જણાવ્યું હતું. કંપની તરફથી જોકે 13 જૂન, 2019ના રોજ પ્લોટ કાયદેસર રીતે ખરીદ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

વોરાએ જમીનના દસ્તાવેજોમાં કથિત ગેરરીતિ અંગે 2015માં પોલીસ ફરિયાદ પણ કરી હતી. તેમ છતાં લાંબા સમયથી વિવાદનો ઉકેલ આવ્યો નહોતો.

વોરા વડાપ્રધાનને મળ્યા બાદ, તેમની સાથે જોડાયેલી કંપનીએ પ્લોટ પરનો દાવો પાછો ખેંચવાની અને મ્યુનિસિપલ કોર્પોરેશનને તેની જાણ કરવાની તૈયારી દર્શાવી હોવાનું અહેવાલમાં જણાવાયું છે. બંને પક્ષે કરાયેલી પોલીસ ફરિયાદો પણ પાછી ખેંચવાની વાત સામે આવી છે.

Leave a Comment

और पढ़ें