લોસ એન્જલસમાં અકસ્માત બાદ હેલિકોપ્ટર ક્રેશ, ત્રણનાં મોત

લોસ એન્જલસમાં એક અકસ્માત બાદ સ્થિતિ અફરાતફરીમાં ફેરવાઈ ગઈ હતી. કાર અને બસ વચ્ચે થયેલી ટક્કરમાં બે લોકોનાં મોત થયા હતા. આ અકસ્માતના સ્થળ નજીક જ હેલિકોપ્ટર લેન્ડિંગ દરમિયાન ક્રેશ થતાં અનેક વાહનોને નુકસાન થયું હતું અને આગ ફાટી નીકળી હતી.

હેલિકોપ્ટર પાર્કિંગ માટે ફાળવાયેલા વિસ્તારમાં લેન્ડિંગ કરતી વખતે ક્રેશ થયું હોવાનું સામે આવ્યું છે. હેલિકોપ્ટરમાં એક વ્યક્તિ સવાર હતી, જે ઈજાગ્રસ્ત થઈ હોવાનું જાણવા મળ્યું છે. ક્રેશ બાદ હેલિકોપ્ટર કેટલાક વાહનો પર પડતાં આગ લાગી હતી.

આગને કાબૂમાં લેવા આશરે 50 ફાયર ફાઇટરોની ટીમે કામગીરી હાથ ધરી હતી. સમગ્ર ઘટનામાં કુલ ત્રણ લોકોનાં મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને સંખ્યાબંધ વાહનોને નુકસાન થયું હતું.

અકસ્મતને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને વાહન વ્યવહાર પણ આશરે ચાર કલાક સુધી બંધ રહ્યો હતો.

Leave a Comment

और पढ़ें