રાજકોટ SOGની ડ્રગ્સ સામે મોટી કાર્યવાહી: 19.300 કિલો પોસડોડા સાથે રાજસ્થાનનો સપ્લાયર ઝડપાયો

ગ્રીનલેન્ડ ચોકડી નજીકથી ₹3.33 લાખનો ડ્રગ્સનો જથ્થો જપ્ત; NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો

રાજકોટ: શહેરમાં ડ્રગ્સ વિરોધી અભિયાન અંતર્ગત રાજકોટ એસ.ઓ.જી.એ વધુ એક સફળ કાર્યવાહી કરી છે. ગ્રીનલેન્ડ ચોકડી નજીક દરોડો પાડી 19.300 કિલોગ્રામ પોસડોડા ડ્રગ્સ સાથે રાજસ્થાનના એક સપ્લાયરની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે આરોપીના કબજામાંથી અંદાજે ₹3.33 લાખની કિંમતનો પોસડોડા ડ્રગ્સનો જથ્થો સહિત અન્ય મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રાથમિક તપાસમાં આરોપી રાજસ્થાનથી ડ્રગ્સનો જથ્થો લઈને રાજકોટમાં સપ્લાય કરવા આવ્યો હોવાનું સામે આવ્યું છે.

આરોપી સામે બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. સાથે જ ડ્રગ્સના સપ્લાય નેટવર્ક અને આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય શખ્સો સુધી પહોંચવા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

ડ્રગ્સના વધતા દૂષણ સામે રાજકોટ પોલીસ દ્વારા હાથ ધરાયેલા અભિયાનમાં આ કાર્યવાહી મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવી રહી છે.

Leave a Comment

और पढ़ें