ગુજરાત ATSના પાંચ પોલીસ અધિકારીઓને વિશેષ સન્માન, કોસ્ટ ગાર્ડે DG Commendation Discથી નવાજ્યા

Imageગુજરાત ATSના પાંચ પોલીસ અધિકારીઓને ફરજ પ્રત્યેની નિષ્ઠા, બહાદુરી અને ઉત્કૃષ્ટ કામગીરી બદલ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા પ્રતિષ્ઠિત Coast Guard DG Commendation Disc એનાયત કરવામાં આવ્યો છે. ડ્રગ્સ વિરોધી સફળ સંયુક્ત ઓપરેશનમાં નોંધપાત્ર યોગદાન બદલ આ સન્માન આપવામાં આવ્યું છે.

મળતી માહિતી મુજબ, 25 અને 26 મે, 2026ના રોજ ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATS દ્વારા સંયુક્ત રીતે વિશેષ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન સમુદ્ર માર્ગે તસ્કરી થતી 118.977 કિલોગ્રામ કોકેનનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક સામેની આ કાર્યવાહી સુરક્ષા એજન્સીઓ માટે મોટી સફળતા માનવામાં આવે છે.

આ સફળ ઓપરેશનમાં ફરજ પ્રત્યેની પ્રતિબદ્ધતા, વ્યાવસાયિક કુશળતા અને બહાદુરી દર્શાવવા બદલ ભારતીય કોસ્ટ ગાર્ડે ગુજરાત ATSના પાંચ અધિકારીઓને સન્માનિત કર્યા છે.

સન્માનિત અધિકારીઓમાં સામેલ છે:

  • SP કે. સિદ્ધાર્થ (IPS)
  • PI જે.એમ. પટેલ
  • PI વી.આર. જાડેજા
  • PI બી.એમ. પટેલ
  • PI જે.એન. ચાવડા

આ સન્માન ગુજરાત ATS અને ભારતીય કોસ્ટ ગાર્ડ વચ્ચેના મજબૂત સંકલન તેમજ સંગઠિત ગુનાખોરી અને નશીલા પદાર્થોની તસ્કરી સામેની અસરકારક કામગીરીની સાબિતી માનવામાં આવી રહ્યું છે. સુરક્ષા એજન્સીઓની આ સફળતાથી ડ્રગ્સ નેટવર્ક સામે લડત વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Leave a Comment

और पढ़ें