પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: 15નાં મોત, 25થી વધુ ઘાયલ

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આત્મઘાતી હુમલો અને ભારે ગોળીબારની ઘટના સામે આવી છે. પોલીસ લાઈન્સને નિશાન બનાવી કરાયેલા વિસ્ફોટમાં 15 લોકોનાં મોત થયા છે, જ્યારે 25થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે.

કોહાટ જિલ્લાના લાઈઝા પોલીસ વિસ્તારમાં વિસ્ફોટકો ભરેલી વાનને પોલીસ લાઈન્સની ઈમારત સાથે અથડાવવામાં આવી હતી, ત્યારબાદ જોરદાર વિસ્ફોટ થયો હતો. જુમાનાની નમાજ દરમિયાન બનેલી આ ઘટનાથી વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.

ઘાયલોમાંથી કેટલાકની સ્થિતિ ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લઈને તપાસ શરૂ કરી છે.

દરમિયાન, ખૈબર પખ્તુનખ્વામાં છેલ્લા બે દિવસ દરમિયાન આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે થયેલી અલગ-અલગ અથડામણોમાં 10 આતંકવાદીઓ અને 6 સૈનિકોના મોત થયાના અહેવાલ પણ સામે આવ્યા છે.

Leave a Comment

और पढ़ें