મૂડીઝે ભારતનો વિકાસદર અંદાજ વધાર્યો: 6%થી વધારી 7% કર્યો

વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે રેટિંગ એજન્સી મૂડીઝે ભારતના આર્થિક વિકાસદરના અનુમાનમાં એક ટકાનો વધારો કર્યો છે. મૂડીઝે ભારતનો વિકાસદર 6 ટકાથી વધારીને 7 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે.

મૂડીઝના અનુમાન પાછળ મજબૂત સ્થાનિક માગ, ખાનગી વપરાશ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે સરકારી ખર્ચ અને સર્વિસ સેક્ટરની મજબૂત કામગીરી જેવા પરિબળો મુખ્ય હોવાનું જણાવાયું છે. વૈશ્વિક સ્તરે વિવિધ આર્થિક પડકારો છતાં ભારતીય અર્થતંત્રની સ્થિરતા જળવાઈ રહી હોવાનું એજન્સીએ નોંધ્યું છે.

ભારતમાં ખાનગી ક્ષેત્રની પ્રવૃત્તિમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મૂડીરોકાણ પર સતત ભાર મૂકવામાં આવી રહ્યો છે, જ્યારે લોજિસ્ટિક્સ અને ઉત્પાદન ક્ષેત્રને પણ વેગ આપવાના પ્રયાસો થઈ રહ્યા છે.

મૂડીઝનું અનુમાન અન્ય કેટલીક સંસ્થાઓના તાજેતરના અંદાજ કરતાં અલગ છે. S&Pએ જૂનમાં ભારતનો વિકાસદર 6.6 ટકા રહેવાનો અંદાજ આપ્યો હતો, જ્યારે RBIએ પણ જૂનમાં પોતાનું અનુમાન 6.9 ટકાથી ઘટાડીને 6.6 ટકા કર્યું હતું.

મૂડીઝે ભારતના અર્થતંત્રને ટેકો આપતા પરિબળોમાં સરકારી નીતિઓ, સ્થાનિક નાણાકીય આધાર, રોકાણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને મહત્વ આપ્યું છે.

Leave a Comment

और पढ़ें